Thursday, 20 September 2018

ગુજરાતી કહેવતો

101 ગુજરાતી કહેવતો..

૧, બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી
૧૦૧. નમે તે સૌને ગમ

Tuesday, 11 September 2018

તરણેતરનો મેળો.

શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ-

તરણેતરનો ઈતિહાસ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ (થાન)સ્ટેશનથી લગભગ દરેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર દસમા શૈકાનું છે આથી તે કલાપૂર્ણ છે.

ખડ,પાણી ને ખાખરા, જ્યાં પાણા નહિ પાર,

વગર દીવે વાળું કરે ઈ પડ રૂડો પાંચાળ

આ ભૂમિ દેવપાંચાલ તરીકે પણ જાણીતી છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ "તરણેતર" પડ્યું છે. ત્રિનેત્ર શિવ-લોકભાષામા ‘તરણેતર’ (ત્રણ નેતર) થી પ્રખ્યાત છે.

ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. (૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને (૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.

ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો. અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અહીં અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું.

મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે. આ કુંડમાં જ બ્રહ્માજીએ સૈકાઓ પહેલાં મહાદેવની આરાધના કરતા હતા ત્યારે મહાદેવને ચઢાવવાના એક હજાર કમળોમાંથી એક કમળ ઓછું થયું હતું. હકીકતમાં બ્રહ્માજીની પરીક્ષા લેવા જ મહાદેવજીએ એક કમળ ઉપાડી લીધું હતું. પરંતુ બ્રહ્માજીએ તો પોતાના ચક્ષુને જ હજારમા કમળ તરીકે ભગવાનને અર્પણ કરી દીધું હતું. આથી ભગવાન પ્રસન્ન થયા.

બ્રહ્માજીની આંખ તો સારી કરી આપી, પરંતુ બ્રહ્માજીએ ચઢાવેલું ચક્ષુ પોતાના લલાટમાં ધારણ કર્યું ત્યારથી શંકરત્રિનેત્રેશ્વર કહેવાયા.

એક એવી પણ કથા છે કે કણ્વ ૠષિએ મહાદેવની પૂજા કરી મહાદેવજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કેઆ સ્થળે કુંડમાં સ્નાન કરી જે પૂજા કરશે, પિંડદાન આપશે અને દાન કરશે તેના પિતૃઓને મોક્ષગતિ પ્રાપ્ત થશે. ત્યારથી આ સ્થાન ત્રિવેણીસંગમની જેમ જ મૃતાત્માના ફૂલ પધરાવવા માટે પ્રસિદ્ધ થયું. આ ઉપરાંત મૃતાત્માના ફૂલ પધરાવવા હરિદ્વાર, સિદ્ધપુર અને પ્રભાસ પણ ત્રિવેણી સંગમ છે.

બીજી એક લોકવાયકા એવી છે કે તારકાતુરનો નાશ કરવા માટે શિવથી પુત્રની ઉત્પતિ જરૂરી હતી. તેથી ઇન્દ્રની આજ્ઞાથી કામદેવ શિવને પ્રસન્ન કરવા, શિવની સેવા કરવાના બહાને લાગ જોઈને તેમની ઉપર મોહાસ્ત્રનો પ્રયોગ કરે છે.

આથી અકાળે જન્મેલા વસંતના સંચારથી અને મોહાસ્ત્રના પ્રયોગથી હૃદયમાં લોભિત થયેલા મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને સન્મુખ ઉભેલા કામદેવને ભસ્મીભૂત કરી નાંખ્યો. આથી કામદેવની પત્ની રતિ, વિલાપ કરતી મહાદેવની ક્ષમાયાચના કરે છે. રતિવિલાપથી આર્દ્‌ર બનેલા ભગવાન શિવ રતિને દ્વાપર યુગ સુધી રાહ જોવાનું કહે છે.

દ્વાપરમાં કામદેવ કૃષ્ણને ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે અને રતિને પ્રાપ્ત થશે એવું વરદાન મળે છે. આથી રતિએ ભગવાન શિવ-ત્રિનેત્રેશ્વરનું મંદિર બનાવી, દ્વાપર યુગ સુધી ભગવાનની પૂજા-અર્ચના કરીને તપશ્ચર્યા કરી.

આ ઉપરાંત પણ એક માન્યતા એવી છે કે ભાદરવા સુદ પાંચમના દિવસે (ૠષિ પંચમી) સવારે ગંગામાતા આ સ્થળને પાવન કરે છે. ભારત વર્ષના ૠષિવરો આ કુંડમાં સ્નાન કરવા આવે છે તેથી કુંડની પાણીની સપાટી તે દિવસ ઊંચી આવે છે.

આજે_પણ_આ_કુંડની_સપાટી_આ_દિવસે_ઊંચી_આવે છે.

આ સ્થાન વાસુકી નાગની ભૂમિ કહેવાય છે અહીં ફરતા બાર બાર કિલોમીટર સુધી મોટા નાગો રહે છે.

થોડે દૂર પાસેની ટેકરી ઉપર સૂર્યદેવના મંદિરમાં સૂર્યનારાયણની રૂપાની મૂર્તિ છે.

તરણેતરમાં આ મંદિર પાસે ભાદરવા મહિનામાં ખૂબ મોટો મેળો ભરાય છે, જે જગવિખ્યાત છે. મેળામાં આસપાસના ગ્રામજનો ગાન-વાદન અને નૃત્ય મસ્ત રહે છે. રંગબેરંગી પોશાક ધારણ કરી ફૂમતાં ને રંગબેરંગી સુશોભિત છત્રીઓ ધારણ કરી સૌરાષ્ટ્રની જાતજાતની જાતિઓ આહીરો- રબારીઓ- કાઠીઓ ભરવાડો ઉપરાંત અનેક લોકો ભાતભાતના ભરત ભરેલા પોશાક પહેરીને અહીં એકઠા મળે છે.

મૂછે તાવ દેતા જુવાનિયાઓ રંગબેરંગી છોગાં પહેરી પોતાની મનગમતી યુવતી સાથે નૃત્ય કરવા માંડે છે. હુડો રાસ, દાંડિયા રાસ- છત્રીનૃત્યો દ્વારા લોકલાગણી વ્યક્ત થતી રહે છે. નાચતા રમતા, ઉલ્લાસભર્યા વાતાવરણમાં યુવાન- યુવતી મસ્તીથી હેલે ચડી જાણે મનના માણીગર સાથે આનંદ હિલોળા લેતા હોય તેવું લાગે છે. તરણેતર એટલે લોકજીવનનો ઉમંગમેળો- ઉત્સાહમેળો, રંગમેળો, પ્રણયમેળો.

પુરાણા ખંડેર થઈ ગયેલા ભગવાન ત્રિનેત્રેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા કરાવીને ઈ.સ. ૧૯૦૨માં લખતરના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની સ્મૃતિમાં કરાવ્યો હતો.

હાલમાં મંદિરની આસપાસ ૮થી ૧૦ પગથિયાવાળો કુંડ છે. મધ્યમાં તુલસી ક્યારો છે. મંદિરમાં કુંડમાં પડતું પ્રતિબિંબ એક સુંદર દ્રશ્ય ઉભું કરે છે. હાલમાં મંદિરની બાંધણી ૧૪મી સદીના સ્થાપત્ય મુજબ છે. આ સ્થળને પુરાતત્તવ વિભાગ તરફથી રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.

ઈ.સ. ૧૯૦૨માં પ્રતિષ્ઠા કરાયા બાદ ૱ પચાસ હજાર ખર્ચીને કળાકારીગરીવાળું શિખરબંધી મંદિર બંધાવ્યું હતું. મંદિરના બાંધકામમાં અવારનવાર સુધારા થયા છે. સ્થાપત્યમાં જુદી જુદી શૈલીઓ વરતાય છે. આ મંદિર મુખ્યત્વે સોલંકી કાળ પહેલાંની નાગરશૈલીનું જણાય છે. મંદિરની ત્રણે બાજુએ કુંડ આવેલા છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ પુરાતત્તવવિદ મધુસૂદન ઢાકી આ મંદિરનો સમય ઈ.સ. ૯૨૫નો કહે છે, પરંતુ ડૉ. બર્જેસના ફોટા અનુસાર તેનો સમય અગિયારમા સૈકાનો હોય તેવું કહી શકાય.આ મંદિરની બાંધણીની શૈલી થાનમાં આવેલા મુનિ બાવાના મંદિરની શૈલી સાથે સામ્ય ધરાવે છે.

આ બંને મંદિરો એક જ સરખા સમયના હોવાનું મનાય છે. આ મંદિરમાં ગર્ભગૃહ અંતરાલ અને મંડપ છે. આ મંડપની ત્રણે બાજુએ હાલ શૃંગાર ચોકીઓની રચના છે.

તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે. કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.

મંદિરની જગતીની ત્રણ બાજુએ પથ્થરમાંથી બનાવેલો કુંડ આવેલો છે. તેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવોના નામ જોડ્યા છે. મંદિરની પ્રવેશ બાજુ પરના ભાગે જોડાયેલા મોટા પથ્થરોના પુલ વડે સામેની બાજુનો પ્રવેશ માર્ગ જોડાયેલો છે. કેટલીક વખત એવું જોવામાં આવે છે કે મંદિરની પાસે કુંડ (કૃત્રિમ જળાશય) હોય છે. ખેડબ્રહ્મામાં બ્રહ્માના મંદિરની સામેની બાજુએ વિશાળ વાવ છે. પાટણના સહસ્ત્રલિંગ તળાવને કિનારે મંદિરો હતાં વીરમગામના મુનસર તળાવના કિનારે નાનાં નાનાં મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

મંદિરના ગર્ભગૃહ ઉપરનું શિખર તથા મંડપ પરનો ઘુમ્મટ અલંકારોથી વિભૂષિત છે. દીવાલના બાહ્ય ભાગના ગોખલામાં મૂકાયેલા દેવોની પ્રતિમા ઉત્તમકોટીની હોય તેવી છે. ટોચ ઉપર ફૂલવેલના ભાતના અલંકરણ પણ આકર્ષક છે. ગૂઢ મંડપના સ્તંભો ઉંચાઈમાં વધુ છે. ગાન-વાદન અને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કૃષ્ટ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો છે.

આ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે. તેથી તે મંદિરના નામ કરતાં ય તરણેતરના મેળાના સ્થાન તરીકે વધુ જાણીતું થયું છે. પાંચાલની કંકુવરણી ભોમકાના આ જગમશહૂર મેળાનો પ્રારંભ બે સદીઓ પૂર્વે થયો હોય તેવી માન્યતા છે. તરણેતરના મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્તવ અપાયું છે. દેશ-પરદેશના વિદેશીઓ મેળો મહાલવા અહીં આવે છે

"આવો છે તરણેતરનો મેળો. "

Pregna 1-2

જાડું - પાતળું

Wednesday, 5 September 2018

એક શિષ્ય માટે ગુરુથી વિશેષ કોઇ નથી.

શંકર દયાલ શર્મા ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ઓમાનની મુલાકાતે હતા. તેઓ રાષ્ટ્રપતિ તરીકે ઓમાનના પ્રવાસે હતા.

એરપોર્ટ પર હાજર રહેતા નથી. ઓમાનના રાજા કદી કોઇને લેવા જતા નથી. તેઓ ગમે તે દેશના મહેમાન કે રાષ્ટ્રપતિને તેમના મહેલમાં જ મળે છે.

પરંતુ જ્યારે શંકર દયાલ શર્મા ઓમાનની મુલાકાતે આવ્યા ત્યારે તમામ પ્રોટોકોલ છોડીને એરપોર્ટ પર હાજર રહ્યા. શર્મા સાહેબ વિમાનમાંથી નીચે ઉતર્યા ત્યારે ઓમાનના રાજાએ તેમનુ હાર પહેરાવીને સ્વાગત કર્યું. તેઓ તેમની સાથે રહીને જે કારમાં રાષ્ટ્રપતિને લઇ જવાના હતા તે કાર સુધી ચાલતા આવ્યા.

કારનો ડ્રાઇવર ઉભો હતો તેને કહ્યું કે તે બીજી ગાડીમાં આવે અને ચાવી મને આપે. ઓમાનના રાજા ડ્રાઇવરની સીટ પર બેઠા અને શર્મા સાહેબને તેમના નિવાસ સ્થાને પહોંચાડ્યા. જ્યારે તે હોટલમાંથી રાજા બહાર નીકળતા હતા ત્યારે તેમને પત્રકારોએ એ પુછયુ કે તમે આજે તમામ પ્રોટોકોલનો ભંગ કરી ભારતના રાષ્ટ્રપતિને  હોટલ સુધી લાવીને તેમનો આદર સત્કાર કર્યો. આનું કારણ

ત્યારે ઓમાનના રાજા એ કહ્યુ શર્મા સાહેબ માત્ર ભારતના રાષ્ટ્રપતિ છે તેથી તેમનો આદર સત્કાર નથી કર્યા પરંતુ તેઓ મને કેમ્બ્રીજ યુનિવર્સિટી મા ભણાવનાર મારા ગુરુ હતા.

એક શિષ્ય માટે ગુરુથી વિશેષ કોઇ નથી.
✏🖋
તમામ ગુરુઓને શિક્ષક દિન નિમિતે અર્પણ.

"સ્વચ્છતા પખવાડિયુ"

શિક્ષણની સાથે  સ્વચ્છતાના પાઠ

Monday, 3 September 2018

ભારતના મહત્વના મેળઓ

✳️ ભારતના મહત્વના મેળઓ ✳️

- જિલ્લો(રાજ્ય)
- ક્યારે ભરાય
- મેળાનું નામ
- મેળાની વિશેષતાઓ.

✳️ ગુવાહાટી(આસામ) - જૂનથી મધ્યમાં - અંબુબાસી મેળો - કામખ્યા માતાનો વાર્ષિક રજોદર્શન માટે ભરાય.

✳️ જોધપુર(રાજસ્થાન) - નાગોરનો મેળો - એશિયાનો બીજા નંબરનો કેટલ ફેર. બળદ, ઊંટ અને ઘોડાની લે વેચ.

✳️ પુષ્કર(રાજસ્થાન) - કારતક માસના બે  અઠવાડિયા માટે - પુષ્કરનો મેળો - સૌથી મોટો ઊંટ મેળો.

✳️ લદ્દાખ - જુલાઈ - હેમીસ ગોમ્પા - બૌદ્ધ સંત  પદ્મસંભાવનો જન્મ દિવસ નિમિત્તે.

✳️  બિહાર (ગંગા અને ગંડક) - કારતક પૂર્ણિમાથી ૧૫ દિવસ - સોનપુર મેળો - એશિયાનો સૌથી મોટો પશુ મેળો.

✳️  બિકાનેર(રાજસ્થાન) - કાર્તિક પૂર્ણિમા - કોલાયત મેળો(કપિલમુની મેળો) - કપિલ મુનિ એ દેહ ત્યાગ કર્યો હતો.

✳️  કોણાર્ક(ઓડિશા) - મહા માસની સાતમ - ચંદ્રભાગા મેળો(ચંદભાગા નદીના કિનારે) - સૂર્ય ભગવાનની પૂજા માટે મેળો ભરાય.

✳️  ડુંગરપુર(રાજસ્થાન) - ફેબ્રુઆરી -  ડુંગરપુર મેળો(મહા અને સોમ નદીના સંગમ પર ભરાય) - શિવની પૂજા, ગુજરાત, રાજસ્થાન, અને મધ્યપ્રદેશના આદિવાસીઓ મેળામાં એકત્રિત થાય.

✳️  કોલકત્તા(પશ્ચિમ બંગાળ) - મકારસંક્રાતિ પર - ગંગાસાગરનો મેળો - કુંભમેળા બાદ દુનિયાનો સૌથી મોટો મેળો, (સુંદરવન ટાપુ ખાતે ભરાય).

✳️  ગોવા કાર્નિવલ - 6 થી 9 ફેબ્રુઆરીમાં - ગોવામાં - બ્રાઝીલના કાર્નિવલની જેમ ગોવાના પણજિ ખાતે પણ આવો કાર્નિવલ ભરાય છે.

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

Sunday, 2 September 2018

ગુજરાતના મહત્વના લોક મેળા


ગુજરાતના મહત્વના લોક મેળા

✳️ કાત્યોક મેળો➖સિદ્ધપુર (પાટણ)

✳️ ચિત્રવિચિત્ર મેળો➖ગુણભાખરી  (સાબરકાંઠા)

✳️ ભાડભુત મેળો➖ભરુચ

✳️ તરણેતર  મેળા➖થાનગઢ(સુરેન્દ્રનગર)

✳️ ભવનાથ મેળો ➖ જુનાગઢ

✳️ શામળાજી મેળો➖શામળાજી(અરવલ્લી)

✳️ વૌઠા મેળો➖ઘોળકા (અમદાવાદ)

✳️ પાલ મળો➖પાલીતાણા (ભાવનગર)

✳️ અંબાજી મેળો➖અંબાજી(બનાસકાંઠા)

✳️ ગેર (આદિવાસી) મેળો➖કવાંટ ( છોટાઉદેપુર )

✳️ બહુચરાજી મેળો➖બહુચરાજી

✳️ પાવાગઢ મેળો➖પાવાગઢ  (પંચમહાલ)

✳️ માણેકઠાકોરી મેળો ➖ખેડા(ડાકોર)

✳️ પલ્લી મેળો ➖ રૂપાલ(ગાંધીનગર)

✳️ જન્માષ્ટમી➖દ્વારકા(દેવભુમિ દ્વારકા)

✳️ માઘવરાય મેળો➖માધવપુર(પોરબંદર)

✳️ ઝુંડ મેળો ચોરવાડ ➖જુનાગઢ

✳️ ગોળગઘેડા મેળો➖જેસવાડા (દાહોદ)

✳️ રિખવદૈવ જૈન➖મેળો ભરુચ

✳️ દુઘરેજ મેળો➖સુરેન્દ્રનગર

✳️ પાલોદર મેળો ➖મહેસાણા

✳️ રવેચી મેળો ➖રાપર (કચ્છ)

✳️ જખ મેળો➖નખત્રાણા (કચ્છ)

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠