Saturday, 30 June 2018

*વરસાદને વિનંતીપત્ર*

🙏🏻🌧✉

*વરસાદને   વિનંતીપત્ર*

રોજ   રોજ   આમ   નખરા   ન   કર ,
ખોટા  ખોટા   આમ   વાયદા   ન   કર .

દાનત   હોય   વરસવાની ,  વરસી   જા ,
બિનજરુરી    આંટા    ફેરા    ન    કર .

સારું   નથી   લાગતું   આ   બધું   તને ,
હાલત   પર   અમારી   હસ્યા   ન   કર .

સો    વાતની   બસ   એક   જ   વાત  ,
લાંબી   લાંબી   આમ   ચર્ચા   ન   કર .

_વિનંતીઓ  ,   પ્રાર્થનાઓ   સૌ   કરે   છે ,_
_હવે   વધારે   રાહ   જોવડાવ્યા   ન   કર ._

💦💦💦
*વરસાદનો જવાબ..*

મારા માટે તુ આમ કરગર્યા ન કર!
સાવ આડેધડ વૄક્ષો કાપ્યા ન કર!

'કાર્બન', 'ગ્રીન હાઉસ' વાત ન કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ન કર!

વાદળો બનાવવા રોજ મથ્યા કરુ છુ,
તુ ઓઝોનમાં ગાબડાં પાડ્યા ન કર!

સૂકીભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર!

_સમયસર આવતો રહીશ, શર્ત એટલી,_
_પ્રકૃતિ સાથે આમ ખેલ્યા ન કર!_
🌳☝🏽🌿

Saturday, 9 June 2018

પ્રિય શાળાઓ...

લાંબા... વેકેશન બાદ...... ..
શાળાના દરવાજાનું તાળું એક મહિનાની નિંદરમાંથી ઉઠશે,
એ જાગતાંની સાથે...
શાળાની દિવાલો,બારીઓ,અને તમામ બારણઓ....હળવાશનો શ્વાસ લે છે,
ધૂળની ચાદર ઓઢીને ઉંઘી ગયેલો વર્ગ...અને વર્ગમાં રહેલ ચોપડીઓ,ટેબલ,ખૂરશી,પંખાઓના પાંખડાઓ પર ચોટી ગયેલી રફડી!
આવી જ રફડી!
તીજોરી ઉપર-નીચે,થપ્પો કરીને ગોઠેવેલી ખુરશીઓ વચ્ચેની જગામાં હશે!!
કરોળીયાના જાળાં બધા ખૂણાઓને બંધક બનાવીને બેઠા હશે!
બસ,દરવાજો ખૂલતાની સાથે,
હવે,બધું બદલાશે...
દરવાજો ખોલતા શિક્ષકને ગામનું એકાદ બાળક જોઈ જશે!
પછી તો,
સાહેબ આવ્યાના સમાચાર ગલીએ ગલીએ ફરી વળશે!
ઘણા દિવસે 'સાહેબ' 'સાહેબ'ના અવાજો વાતાવરણમાં ભળશે!
ફટાફટ!
બધું બદલાશે!
વૃક્ષો નિરાંતનો શ્વાસ લેશે,
ખાલી પડેલો રુમ તેના ફેફસામાં ઉલ્લાસ અને ઉમંગ ભરશે,
શાંત પડેલી લપસણી,મેદાનની ધૂળ,પાણીનો નળ,કંપાસ,નોટબુક,દફતર,લાદીઓ,નિશાળના થાંભલા.....
આ બધામાં જીવ રેડાશે.
ફરી શરુ થશે!...
બાળકો ના ભવીષ્ય નું ઘડતર કરવા...
શરૂ થશે આપ ની પ્રિય શાળાઓ...
🌹🌹 સૌ મિત્રો ને શરુ થતા શિક્ષણિક સત્ર ની ખુબ ખુબ શુભેચ્છાઓ... 💐

Tuesday, 5 June 2018

વિશ્વ પર્યાવરણ દિવસ


5 JUNE
 WORLD ENVIRONMENT DAY


વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ


   વિશ્વ પર્યાવરણ દિવસ 

​�� સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. 5 મી જૂનના દિવસને "વિશ્વ પર્યાવરણ દિન '' તરીકે ઊજવવામા આવે છે.

���� સ્ટોકહોમ(સ્વીડન) મા યોજાયેલ માનવ પર્યાવરણ કોન્ફરન્સ-1972 માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની સ્થાપના કરવામાં આવી હતી.

​♳1974 થી દર વર્ષે ઉજવાય છે.
    ⏩સ્પોકન, યુનાઈટેડ સ્ટેટ્સ
    ⏩થીમ :-  "Only One Earth"

     ⏩પનામા, એંટીગુઆ અને બર્મુડા મા  પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગેલ છે.��

����  2017...કેનેડા....(ઓટાવા, ડોલર)
����  2016...અંગોલા...(લુઆન્ડા, ક્વાન્ઝા)

��1987 થી વિવિધ યજમાન દેશોની પસંદગી દ્વારા આ પ્રવૃત્તિઓના કેન્દ્ર ફેરવવાનો વિચાર શરૂ થયો.

​�� વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટે કવિ અભય કે. દ્વારા લખાયેલા પૃથ્વીના ગીતને ગાવામા આવે  છે.
     ⏩2013 મા કપિલ સિબ્બલ અને શશી થરૂરે લોંચ કરેલ

​�� વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ સમ્રાટ  અશોકે કર્યો હતો.
      ⏩પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શિલાલેખોમાં જોવા મળે છે.

♻પર્યાવરણીય તારીખોની સૂચિ♻

♨અર્થ અવર : 
        ⏩ WWF : World Wide Fund for Nature  દ્વારા
        ⏩માર્ચના અંતમા છેલ્લા શનિવારે
        ⏩2007 થી,  સિડની, ઓસ્ટ્રેલિયા

♨ United Nations Decade for Deserts and the Fight against Desertification..(2010-2020)

♨વિશ્વ વેટલેન્ડ દિવસ - 2 ફેબ્રુઆરીએ
♨વિશ્વ વન્યજીવન દિવસ - 3 માર્ચ
♨વિશ્વ ચકલી દિવસ - 20 માર્ચ
♨વિશ્વ વન દિવસ - 21 માર્ચ
♨વિશ્વ જળ  દિવસ - 22 માર્ચ
♨પૃથ્વી દિવસ - 22 એપ્રિલ
♨વિશ્વ કાચબા દિવસ - 23 મે
♻વિશ્વ પર્યાવરણ  દિવસ - 5 જૂન
♨વિશ્વ મહાસાગર દિવસ - 8 જૂન
♨વિશ્વ વસ્તી દિવસ - 11 જૂલાઇ
♨વિશ્વ પ્રાણી દિવસ - 4 ઓક્ટોબર


����������������
�� ભારતના ઈકો-વોરિયર્સ  ��
����������������
 
♻વૃક્ષ મિત્ર :- સુદરલાલ બહુગુણા

♻વોટરમેન ઓફ ઈન્ડિયા :- રાજેન્દ્ર સિંહ

♻ ફોરેસ્ટમેન ઓફ ઈન્ડિયા :- જાદવ "મોલાઈ" પાયેંગ

♻400 વૃક્ષના શતાયુ અમ્મા : સાલુમરાદા થિમક્કા 

​♨♨ વિશ્વ પર્યાવરણ દિને'' સહુ સંકલ્પ લઇએ- કૃષિ, ઉઘોગ, શિક્ષણ જેવા જે વિવિધ ક્ષેત્રોમાં આપણે જે ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ.

��दिल लगाने से अच्छा है पौधे लगाए
     वो घाव नही कम से कम छाँव तो देंगे।

વિશ્વ પર્યાવરણ દિવસ

* આજે વિશ્વ પર્યાવરણ દિવસ *

* 1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.*

*વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્ત્વને સ્વીકારતાં વન્ય જીવ-જંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજે પણ તેના શિલાલેખોમાં જોવા મળે છે. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુઓને યોગ્ય માત્રામાં ઘાસચારો, વનિલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્ત્વોની જાળવણી કરી શકાય.*

* *




..........................................................


*�� આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું જોઈએ. પર્યાવરણની સમસ્યા માટે ”વધુ વૃક્ષો વાવો”ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે.*

*�� ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે.*

*�� વૃક્ષોનું જતન ભવિષ્યની સુરક્ષા ��*

*�� ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા.*

*�� ઓછી જગ્યા હોય તો કીચન ગાર્ડન પણ વિકસાવી શકાય છે.*

*�� તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય / તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત સંબધિત વિભાગને જાણ કરવી.*

*�� વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. માટે જ્યારે  વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ.*

*    *

Sunday, 3 June 2018

VYASAN

*વ્યસનમુક્ત સમાજ પણ આપત્તિ વ્યવસ્થાનનો ભાગ*

વ્યસન તમારા વ્યક્તિત્વને ખાઈ જાય છે !!!

જો તમે ૧૫ થી ૩૦ ની ઉંમરના છો અને તમાકુનું કોઈ પણ પ્રકારે સેવન કરો છો તો આ વાત તમારા માટે છે.

૩૧ મેં ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ‘ડબ્લ્યુ.એચ.ઓ’ દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે. શા માટે આવા દિવસો બનાવવા જ પડે છે? આપણા દેશમાં ‘વ્યસન મુક્તિ’ અભિયાન દરેક સરકારે ખુબ ગંભીરતા થી લીધું છે. વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. મુવી ની પેહલા થીએટરમા બતાવાતી તમાકુની આડ અસરને લગતી જાહેરાતો આ અભિયાનનો જ ભાગ છે. શા માટે તમે વ્યસન કરો અને બીજા બધા જ આવી જાહેરાતો નો ત્રાસ સહન કરે? આટલી ડરામણી જાહેરાતો પછી પણ કેટલા લોકો સમજે છે? અને જો જે વ્યસન કરે છે તેને જ ના સમજવું હોઈ તો અમારા જેવા પ્રામાણિકતાથી કામ કરી ટેક્ષ ભરતા લોકોના રૂપિયા થી શું કામ ‘વ્યસન મુક્તિ અભિયાન’ ચલાવાય છે? ગુજરાતના કેટલાય ધર્મના આગેવાનો લોકો ને સમજાવીને વ્યસન મુક્ત કરાવવા પ્રયત્ન કરે છે. કેમ?!

કારણ તમે એટલે કે જે લોકો વ્યસન કરો છો તે આ સમાજ નો એક ભાગ છો. જો સમાજના બીજા લોકો તમારા સ્વાસ્થ્ય માટે આટલો પ્રયત્ન કરતા હોય તો તમારે તમારી જાતને ના સમજાવવી જોઈએ? તમાકુ નું માવા,ફાકી,પાન,સિગરેટ કોઈ પણ રીતે સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. શરીરને એક થી વધુ રીતે નબળું પાડે છે. કેન્સરમા ગુજરી જતા વ્યસનીઓ ના કુટુંબના લોકો નો શું વાંક છે? તમે જયારે સમાજનો એક ભાગ છો ત્યારે સમાજ પ્રત્યે પણ તમારી ફરજ છે. તમે દેશ સેવા ના કરી શકો તો કઈ નહી, તમારા કુટુંબના લોકોને સાચવવા એ તો તમારું કામ છે ને? વ્યસનને કારણે નાની ઉમરે ગુજરી જતા લોકોના કુટુંબના લોકોની શું હાલત થાય તે વિચારો તો પણ વ્યસન મૂકી દેવાનું નક્કી કરો.

ચાલો ! માન્યું તમને દેશની પરવાહ નથી, સમાજની પરવાહ નથી, તમારા પોતાના કુટુંબની પરવાહ નથી પણ શું તમને તમારી જાતની પણ પરવાહ નથી? વ્યસન કદાચ ૨-૫-૧૦ વર્ષે તમને મારે પણ તમારા વ્યક્તિત્વને તો દિવસોમાં ખતમ કરી નાખે છે. યુવાનો ના સડેલા દાંત અને ગંદા હાસ્ય વ્યક્તિત્વને હીરોમાં થી ઝીરો બનાવે છે. ક્યારેય તમે પોતે જાતે અરીસા સામે ઉભા રહી પોતાના હાસ્યને જોયું છે? જો જો ! ચોક્કસ શરમાશો ! સારા દેખાવા માટે યુવાનો શું પ્રયત્ન નથી કરતા? બાઈક,કાર,બ્રાન્ડેડ જીન્સ,સ્ટાઈલીશ ટી-શર્ટ,ટ્રેન્ડી હેર કટ,રિસ્ટ વોચ,સલમાન જેવી લક્કી,સ્પોર્ટ્સ શુઝ,ડઝન ગોગલ્સ અને બે ડઝન ડીઓ!!! બ્યુટી સલુનના ખર્ચા તો અલગ જ! આ બધા પર તમારા ગંદા દાંત વાળી સ્માઈલ પાણી ફેરવી દે છે. આવા ભદ્દા હાસ્ય કોઈને નથી ગમતા. દેખાવ પર આટલો ખર્ચ કરો છો તો આ એક વાત ના સમજી શકો?

૧૫ થી ૩૦ વર્ષની ઉમરે દરેક વ્યક્તિને સારા દેખાવની ઈચ્છા મહતમ હોય. આ જ વર્ષોમાં તમારી વ્યસનની આદત તમને ૧૦ વર્ષ ઘરડા દેખાતા કરી નાખે છે. સ્વાસ્થ્ય જાળવવું સેહલું નથી. લોકો વર્ષો ના વર્ષો કસરત કરે, નિયમિત ખોરાક લે અને વ્યવસ્થિત જીવે ત્યારે ફીટ એન્ડ ફાઈન રહે છે. આ રીતે જીવતા નિર્વ્યસની લોકો ચોક્કસ પોતાની ઉમર કરતા નાના અને સારા દેખાતા હોય છે. જયારે આ કેહવાતા યુવાનો વ્યસનને કારણે તરત જ સારા દેખાવના લીસ્ટમાં થી બહાર નીકળી જાય છે. દરેક યુવાનને સુંદર પત્ની જ ગમે. તો તમે વિચારો કે તમે આવા ગંદા દેખાવ સાથે કઈ રીતે કોઈ ને ગમી જ શકો? ‘સુંદરતા પામતા પેહલા સુંદર બનવું પડે છે’ ચેહરા પર એક ખીલ હોઈ તો દિવસમા ૫ વાર અરીસામાં જોવો છો ને? તો ત્યારે વ્યસનને કારણે ગંદા થઇ ગયેલા દાંત પણ જોતા જાવ. એટલે સ્કીન સ્પેશ્યાલીસ્ટ ને બદલે હેલ્થ સ્પેશ્યાલીસ્ટ ને મળવાનું સમજાશે.

વ્યસનને કારણે તમે કોઈ પણ વ્યક્તિને મળો ત્યારે પેહલી ઈમેજ ના જ માર્ક ગુમાવી દ્યો છો. કોઈ સારી છોકરી તમારા સાથે ભણતી કે જોબ કરતી હોઈ તો પણ તમારા સાથે દોસ્તી કરવાનું પસંદ ના કરે. જોબ માટે કે બીઝનેસ માટે કોઈ ને મળો તો સીધા તમારી વ્યસની ની ઈમેજ ને ફેલાવતા આવો છો. કોઈ તમને મોઢે નહી કહે પણ તમારી નેગેટીવ ઈમેજ મન્નમાં રહી જાય. જો તમે તમારી જાતનું – સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતા તો કોઈ ની સંસ્થાને કર્મચારી તરીકે શું મદદ કરવાના? તેવો વિચાર એક વાર તો આવે જ.

તમારા કુટુંબના લોકો ને તમારા સ્વાસ્થ્યની ચિંતા છે. દેશ – સમાજ વ્યસન મુક્તિ માટે લોકો ને પ્રોત્સાહિત કરે છે પણ તમે તમારી જાત માટે શું કરો છો? એક તદ્દન વાહિયાત દલીલ !!! મને ખુબ ટેન્શન રહે છે એટલે વ્યસન કરું છું. શાબ્બાશ ! તો સ્ત્રીઓ ને ટેન્શન નથી હોતા ? કેટલી સ્ત્રીઓ વ્યસન કરે છે ? તમે સ્ત્રીઓ કરતા પણ નબળા છો ને ? બહુ સરળ વાત છે કે તમારો તમારી જાત પર કાબુ નથી. કયો એવો વ્યસની છે જે ને વ્યસનને કારણે થતા નુકશાન નથી ખબર ? ખબર છે જ પણ.... વ્યસન છુટતું નથી. આ ને મનની નબળાઈ નહી તો બીજું શું કેહવાય? તમારી જાતને તાકાતવાળા સમજતા હો તો પેહલા વ્યસન મૂકી બતાવો પછી તાકાત ની વાત કરો.