Saturday, 30 June 2018

*વરસાદને વિનંતીપત્ર*

🙏🏻🌧✉

*વરસાદને   વિનંતીપત્ર*

રોજ   રોજ   આમ   નખરા   ન   કર ,
ખોટા  ખોટા   આમ   વાયદા   ન   કર .

દાનત   હોય   વરસવાની ,  વરસી   જા ,
બિનજરુરી    આંટા    ફેરા    ન    કર .

સારું   નથી   લાગતું   આ   બધું   તને ,
હાલત   પર   અમારી   હસ્યા   ન   કર .

સો    વાતની   બસ   એક   જ   વાત  ,
લાંબી   લાંબી   આમ   ચર્ચા   ન   કર .

_વિનંતીઓ  ,   પ્રાર્થનાઓ   સૌ   કરે   છે ,_
_હવે   વધારે   રાહ   જોવડાવ્યા   ન   કર ._

💦💦💦
*વરસાદનો જવાબ..*

મારા માટે તુ આમ કરગર્યા ન કર!
સાવ આડેધડ વૄક્ષો કાપ્યા ન કર!

'કાર્બન', 'ગ્રીન હાઉસ' વાત ન કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ન કર!

વાદળો બનાવવા રોજ મથ્યા કરુ છુ,
તુ ઓઝોનમાં ગાબડાં પાડ્યા ન કર!

સૂકીભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર!

_સમયસર આવતો રહીશ, શર્ત એટલી,_
_પ્રકૃતિ સાથે આમ ખેલ્યા ન કર!_
🌳☝🏽🌿

No comments:

Post a Comment